શુક્રવાર, 20 ઑક્ટોબર, 2017

                        નિતાર
      મન ઉમટ્યાં  જયાં રહેતા  હોય ત્યાં  ખાલીપો વળી શાનો?!અભિષેક કરવાથી વિશેષ આનંદ ગ્રામ્ય ધરાતલ
પર પાંગળી પુનીત વણઝાર પથરાયેલી હતી ને છે છતાં 
અણનમ નથીં રહી! પ્રકૃતિનો વરસાદ છે પણ  માનનારા પંખીડા ડાળી પર નથી રહ્યાં. કૈંક ઉભડક જગાઓ પર બેસૂરા બન્યા છે!રૂઢીચુસ્ત છાપની આછપ હોવા છતાં 
ઘેરી બનેલી દેખાય છે.જૂનો ને નવો વૈચારિક સંઘર્ષ તો
કાયમ દેખીતો છે.રૂઢીચુસ્ત લોકો જાતિભેદની ભીંતોને
વધુ કાઠી કરે છે ને ભાંગવા માટે સભાનતા આવી નથી.
'નવીનતામાં  માત્ર દેખાવ જ કરે છે' એવી ભીતિ પણ 
સેવાતી રહે છે!
       માતૃભૂમિ પ્રત્યેનો લગાવ અને લાગણી સાથે જો
ગ્રામ્ય ધરાતલ જોડાય તો કૈંક અમૂલ્ય ઉદ્દગાર!!વળી
માતૃભૂમિ માટેના ઉદ્દગાર છોડીને ચાલ્યા જવું પડે એ
તો કેવો ઉદ્દેશ!આ ધરા ને ભાંગવા માટે  એક હાથ જ
કાફી છે પણ બાંધવા માટે અહીં માનવ ન્હાય છે!
    
                             -દેવાંગ ચૌધરી  વિ.સ.-2074
                           20/10/2017 શુક્રવાર. નૂતનવર્ષ